Here is Mithada Mehaman Gujarati Song Lyrics from movie with same name. Mithada Mehaman is directed by Chinmay Parmar. This film is produced by Panorama Studios, Murlidhar Chhatwani, Darshan Shah. It is set to release on 18th April.

જી રે વાલીડા તું ખમ્મા પોકારૂ
જી રે વાલીડા તું ને
જી રે વાલીડા તારી નજરૂ ઉતારૂ
જી રે વાલીડા તારી…

જોઈ વાટડી ઘણી
રડી આંખડી ઘણી
તું દેવા જાજેરે જુહાર…
હે મારા…
હે મારા મીઠડા મહેમાન ભલા આવ્યા રે
હે મારા મીઠડા મહેમાન ભલા આવ્યા રે
હે મારા ગીતડા ખેંચીને તું લાવ્યો રે..

હે મારા મીઠડા મહેમાન ભલા આવ્યા રે

અરે ભાવતા ભોજનિયા ને મીઠા પકવાન
તારી નિંદરુ ખાવાની ધોલીયામાં જડશે
એવા હેતને હરખે તારા મનને ભીંજાવું
તને બીજા વરસાદ કટકોરા પડશે

તને હૈયામાં પૂરીને માથે પ્રેમ કરું
તાળું મારી જવા નથી દઉ બે ઘડી કે પળવાર
આખા જગને ભલેને માપી આવે
લખી આપું તારા માલિક જેવો તો થાય નહીં સત્કાર

ઝબકીને જાગી જાઉ રે કે આવા તારા પગલાંના ભણકારા થાય
હો..ક્યારેય થશે રે પરભાત પુછું ત્યાં તો ચાંદરડે ચમકારા થાય

હો મનમાં જીવી છે હું તો વારે વારે વાર્તા
આંગણિયાં ઉજળા મને આજે લાગતાં
ભલે આવ્યા ભલા
હવે જશે આભલા
તું તો સૂરજ થઈ લાયો સવાર

હે મારા મીઠડા મહેમાન ભલા આવ્યા રે..
હે મારા મીઠડા મહેમાન ભલા આવ્યા રે
હે મારા ગીતડા ખેંચીને તું લાવ્યો રે..
હે મારા મીઠડા મહેમાન ભલા આવ્યા રે

Song is sung by Aditya Gadhvi & Jigardan Gadhavi. Song is written by Bhargav Purhohit & Nandan Purohit.