Song : Mara Te Chitt No Chor Re
Film: Akhand Sobhagyavati
Singer :Lata Mangeshkar
Music : Kalyanji-Anandji

વેરાન થઇ ગઈ રાતડી
રહેતી આંખ ઉદાસ
સપના પણ પહોંચ્યા સખી
મારા સાંવરિયા ની પાસ

મારા તે ચિત્ત નો ચોર રે મારો સાવરિયો..
મારા તે ચિત્ત નો ચોર રે મારો સાવરિયો
હી..કે જેવો રાધા ને નંદ નો કિશોર
એવો મારો સાવરિયો

જમુના તીર ગઈ ભરવા હું નીર ગઈ
પ્રીતિ ની વાદળી વરસી…

પ્રીતિ ની વાદળી વરસી
હૈયા ની હેલ મારી છલકાવે છેલ
તોય હું રહી ગઈ તરસી..

તોય હું રહી ગઈ તરસી
હે..તનડુ ભીંજાય તોય રોમ રોમ લ્હાય
મારા નટખટ ના નેણ છે નઠોર
એવો એવો મારો સાવરિયો

મારા તે ચિત્ત નો ચોર રે મારો સાવરિયો..
મારા તે ચિત્ત નો ચોર રે મારો સાવરિયો
હી..કે જેવો રાધા ને નંદ નો કિશોર
એવો મારો સાવરિયો

મીઠી રે મોરલી ની ટાણે તેડાવી મને
એના તે સુર માં સાધી
એના તે સુર માં સાધી

મોંઘેરા મન ના વાનર તે વેન ના
ફૂલો ના હાર થી બાંધી
ફૂલો ના હાર થી બાંધી

હે.લંબાવી હાથ એની પાઘડી ની સાથ
જોડે મારા પાલવડે ની કોર
એવો મારો સાવરિયો
હો મારો સાવરિયો….
મારા તે ચિત્ત નો ચોર રે મારો સાવરિયો..

જોયા ના તારલા મેં જોઈ ના ચાંદની,
જોઈ ના કઈ રાતરાણી
જોઈ ના કઈ રાતરાણી

ચડતું તું ઘેન ને ઘટતી તી રેણ
એવી વાલમ ની વાણી
એવી વાલમ ની વાણી
હે.. ભૂલી તી ભાન,રહ્યું કાંઈ ના સાન
જયારે ઊંઘી ગઈ આભ ના ભોર
એવો મારો સાવરિયો..હો મારો સાવરિયો

મારા તે ચિત્ત નો ચોર રે મારો સાવરિયો..
મારા તે ચિત્ત નો ચોર રે મારો સાવરિયો
હી..કે જેવો રાધા ને નંદ નો કિશોર
એવો મારો સાવરિયો
હો મારો સાવરિયો (૨)