આ મહિના માં ઘણી ચર્ચિત બોલિવૂડ, હોલિવુડ ફિલ્મ્સ અને લગભગ ૫ ગુજરાતી ફિલ્મ્સ રિલીઝ થવા જઈ રહી છે જેમા ની એક છે કેશ ઓન ડિલિવરી. આ ફિલ્મ રિલીઝ થઇ છે ૧૪ જુલાઈ ના. સાથેજ બીજી પણ એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઇ છે ગાંધી ની ગોલમાલ. જયારે સ્પર્ધા બોલિવૂડ કે હોલિવુડ સાથે હોય ત્યારે ફિલ્મ પણ એ લેવલ ની જ હોવી જોઈએ કોઈ પણ ખોટા ઉપરણા વગર. તો વાત કરીએ કેશ ઓન ડિલિવરી ની.
ફિલ્મ છે ઇ-કૉમર્સ કંપની ફ્લિપઝોન માં કામ કરતા ડિલિવરી બોય સિધ્ધાર્થ(મલ્હાર ઠાકર) ની, જેની સાત દિવસ માં બનતી ઘટનાઓ થી જિંદગી ઊથલપુથલ થઈ જાય છે. સોમવારે સવારે કસ્ટમર વિશાખા ના ઘરે એક લેપટોપ ની ડિલિવરી કરવા જાય છે. વિશાખા એને લિવિંગ રૂમ માં બેસવાનું કહે છે અને લેપટોપ ચેક કરવા બેડરૂમ માં જાય છે. ઘણી વાર બાદ ના આવતા સિધ્ધાર્થ બેડરૂમ માં જાય છે તો ત્યાં વીશાખા નું મર્ડર થઇ ગયેલું હોય છે. એક બ્લેકમેઇલ કોલ આવે છે. એજ ક્ષણ થી એ મોટા ષડયંત્ર નો એક પ્યાદો બની જાય છે અને ગુચવાતો રહે છે. આમાં થી બહાર નીકળવા એની મદદ કરે છે એની ગર્લફ્રેન્ડ અદિતિ (વ્યોમા નંદી).
સત્તા ની માયા માં કોણ શામેલ છે અને સાધારણ માણસ કેવી રીતે એનો ભોગ બને એ નીરજ જોશી એ સહજતા થી બતાવાનો પ્રયત્ન કર્યો છે. સ્ટોરી માં ઘણા સારા ટ્વિસ્ટ અને સસપેન્સ છે જેમાં થોડી વાર એવું લાગે કે આમ થશે ને પછી ભોંઠા પડીયે. ફિલ્મ માં એક પણ ગીત નથી પણ બેકગ્રાઉન્ડ સ્કોર વખાણવા લાયક છે જેને કેટલિસ્ટ નું કામ કર્યું છે થ્રિલ આપવા માં. હવે મલ્હાર ખાલી વિકિડા વાળા કિરદાર થી ઘણો આગળ નીકળી ગયો છે. મલ્હાર અને બોલ્ડ વ્યોમા ની જોડી કમાલ લાગતી હતી સ્ક્રીન પર. દર્શન જરીવાલા, વિનય દવે અને અનંગ દેસાઈ નું કિરદાર પ્રમાણે યોગદાન સારું છે. મનન દેસાઈ અને અભિષેક શાહ નો કેમીઓ છે.
એવું નથી કે ફિલ્મ પરફેક્ટ છે. અદિતિ બેંક ના સર્વર હેક કરી કેમેરા બંધ કરી દે છે જેમ એ કોઈ પણ ગુજરાતી કરી શકે. પછી એ સીન ને કૉમેડી માં ગણી લેવાનું રહ્યું.
રિવ્યૂ પૂરો કરું એક મોનોલોગ થી જે સિધ્ધાર્થ બોલે છે મૂવી ના અંત માં. એક સાધારણ માણસ હપ્તા ભરી ભરી ને આખી જિંદગી કાઢે છે ને આ લોકો ફ્રોડ કરી કરીને અબજો બનાવે છે.
જય જય ગરવી ગુજરાત…આ લાઈન નું પણ ખુબજ મહત્વ છે ફિલ્મ માં. એવું કઈ આવે તો યાદ કરજો.